loader

Breaking News


Home > National > અમેરિકાની લાલ આંખ: ચીનને કહ્યું ગેટ આઉટ, ભારત ઉપરાંત ૨૦ દેશોને વેલકમ


Foto

અમેરિકાની લાલ આંખ: ચીનને કહ્યું ગેટ આઉટ, ભારત ઉપરાંત ૨૦ દેશોને વેલકમ

May 25, 2018, 1:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:અમેરિકાએ વિશ્વનાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સમુદ્રી યુદ્ધઅભ્યાસમાં ચીનને આપેલું આમંત્રણ પાછું લઈ લીધું છે. ગઈકાલે પેન્ટાગોને આ ઘોષણા કરી હતી.સીએનએનના મત મુજબ પેન્ટાગોનનાં એક પ્રવક્તાએ પોતાનાં અમેરિકા તરફથી રજુ કરેલાં નિવેદનમાં કહ્યુંકે ચીનનું વલણ આરઆઈએમપીએસીનાં સિદ્ધાંતો અને ઉદ્દેશોની વિરુદ્ધમાં છે આ માટે ચીનની નૌ-સેનાને ૨૦૧૮માં રીમ ઓફ ધી ફિક(આરઆઈએમપીએસી) સૈન્ય અભ્યાસમાંથી બહાર કરી નાખ્યાં છે.

ચીનનાં વ્યાપાર સંબંધોથી અમેરિકાને સંતોષ નથી: ડોનાલ્ડ ટ્રમ્પ

ચીનની સાથે વ્યાપાર સબંધો તંગ બનતાં આ નિર્ણય પેન્ટાગોને લેવો પડ્યો હતો.સુત્રોની વાત માનીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને ચીન સાથેનાં વ્યાપારી સંબંધોથી કંટાળી ગયાં હતાં. ચીન સાથે દિવસે-દિવસે સંબંધો તંગ બનતાં અમેરિકાને આ નિર્ણય લેવો પડ્યો. આરઆઈએમપીએસી સૈન્યઅભ્યાસનું દર વર્ષ હવાઈમાં આયોજન થાય છે જેમાં ભારત,ઓસ્ટ્રેલિયા, બ્રિટેન, જાપાન સહિતના દુનિયાનાં ૨૦ દેશો ભાગ લે છે. સુત્રોની માનીએ તો અમેરિકાનાં રક્ષા મંત્રી જેમ્સ મેંટ્ટીસ અને વ્હાઇટ હાઉસનાં સંયુક્ત નિર્ણયથી ચીનને આ કવાયતમાં ભાગ લેવાની નાં પાડવામાં આવી છે.આ ઉપરાંત દક્ષિણી ચીની સમુદ્રમાં ચીનની વધતી જતી દાદાગીરી અને અન્યો દેશોની ભૂમિ પર આડેધડ દાવો કરતાં અમેરિકાએ આ નિર્ણય લેવો પડ્યો હતો.