loader

Breaking News


Home > National > સબરીમાલા : મહિલા પ્રવેશ પર પ્રતિબંધ સામે અરજી કરવામાં આવી


Foto

સબરીમાલા : મહિલા પ્રવેશ પર પ્રતિબંધ સામે અરજી કરવામાં આવી

Aug. 2, 2018, 2:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેરળમાં સબરીમાલા મંદિરમાં ૧૦તી ૫૦ વર્ષની વયગ્રુપમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને પડકાર ફેંકતી શ્રેણીબદ્ધ અરજીઓ ઉપર તેનો ચુકાદો આજે અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે બંને પક્ષોના વકીલોને વિસ્તારપૂર્વક રજૂઆત કરવાનો આદેશ જારી કર્યો હતો. સાથે સાથે સાત દિવસની અંદર તેમની સમક્ષ રજૂઆત કરવાનો આદેશ કર્યો હતો.

જસ્ટિસ આરએફ નરિમન, એએમ ખાનવીલકર, ડીવાય ચંદ્રચુડ અને ઇન્દુ મલ્હોત્રાની બનેલી બેંચે કહ્યું હતું કે, તેઓ આદેશ કરનાર છે. ચુકાદો હાલમાં અનામત રાખવામાં આવ્યો છે. બંને પક્ષોના રેકોર્ડ ઉપર તમામ બાબતો લેવામાં આવી છે. રજૂઆતો સાંભળવામાં આવી રહી છે. સાત દિવસની અંદર કોર્ટ સમક્ષ હવે આ બાબતો રજૂ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે ગઇકાલે કહ્યું હતું કે, બંધારણીય સ્કીમ જેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ છે તે ખુબ મહત્વપૂર્ણ છે.

ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન અને અન્યો તરફથી દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓ ઉપર સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો અનામત રાખ્યો હતો. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ સામે અરજી ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યા બાદ અટકળોનો દોર ચાલી રહ્યો છે.